અર્પણ કાયદાવાલા, અમદાવાદ: AMCના લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ પ્રોજેક્ટને બહોળો આવકાર મળ્યો છે. વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. 31 મોટી અને 11 નાની વાન માટે 131 ઓફર આવી.,. 131માંથી 5 ઓફર રદ થઈ છે. 126 ઓફર માન્ય રહી છે. 31 મોટી ફૂડ વાનની રૂ. 90,000ની માસિક લઘુત્તમ રકમ રૂ. 1.67 લાખની ઓફર મળી. 11 નાની ફૂડ વાનની લઘુત્તમ રૂપિયા 30,000 ની માસિક રકમ સામે રૂપિયા 90,000ની ઓફર મળી. હેપ્પી સ્ટ્રીટ હેઠળ AMCને વાર્ષિક રૂપિયા 4 કરોડની આવક થશે.અત્રે જણાવવાનું કે અમદાવાદની ઓળખ એવા લો ગાર્ડન ફૂડ માર્કેટને ટૂંક સમયમાં નવા રંગરૂપ સાથે ખુલ્લુ મુકવામાં આવશે. ગત વર્ષે જાહેર કરાયેલા પ્રોજેક્ટ અંતર્ગત હાલ આખરી તબક્કાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે એએમસીએ આ સ્થળે હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા પ્રોજેક્ટ અંતર્ગત ફૂડ વાન ઉભી કરવા માટેનું ટેન્ડર બહાર પાડી દીધુ છે. જેમાં 31 મોટી અને 11 નાની એમ કુલ મળી 42 ફૂડ વાન ઉભી રાખવામાં આવશે.
Nityanand Ashram Dispute: DPS શાળાના પ્રિન્સિપાલ હિતેશ પુરીની ધરપકડ બાદ જામીન પર છૂટકારો
ગત વર્ષે એએમસીએ શહેરની ઓળખ એવા લો ગાર્ડન ફૂડ માર્કેટને ડેમોલીશ કરી નાંખીને મોટા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા પ્રોજેક્ટ હેઠળ રૂ.5.35 કરોડના ખર્ચે નવી ડિઝાઇન અને નવા લૂક સાથે સમગ્ર વિસ્તારની કાયાપલટ કરવામાં આવી રહી છે. જેનુ કામ આખરી તબક્કામાં ચાલી રહ્યુ છે. જે અંતર્ગત એએમસીએ હવે આ સ્થળે 42 ફૂડ વાન શરૂ કરવા માટેનુ ટેન્ડર પણ બહાર પાડી દીધુ છે. સૌથી વધુ ભાવ બોલનાર વેપારીને આ સ્થળે ફૂડ વાન ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.
અબડાસાના MLA પી એમ જાડેજાએ કાઢ્યો બળાપો, કહ્યું- 'વિધાનસભામાં ચૂંટાઈ આવનારા બધા ધંધાદારીઓ'
જુઓ LIVE TV
સાંજના 6 થી રાતના 1 વાગ્યા સુધી ફૂડ માર્કેટ ખુલ્લુ રહી શકશે. જ્યારે દિવસે આ સ્થળને પાર્કિગ પ્લેસ તરીકે ઉપયોગમાં લેવાશે. 402 ટુ વ્હીલર અને 61 ફોર વ્હીલર પાર્ક થઇ શકે એ રીતની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.નોંધનીય છે કે ગત વર્ષે દબાણો હટાવાયા તે સમયે 39 જેટલા વેપારીઓ ત્યા ખાણીપણીની લારીઓ ચલાવતા હતા. જેઓએ આજ સ્થળે પોતાને જગ્યા ફાળવવા માંગ કરી છે. પરંતુ હાઇકોર્ટના આદેશ બાદ એએમસીએ તેઓને મહત્તમ બોલી બોલનાર જેટલો ભાવ આપવાની શરતે જગ્યા ફાળવવાની વાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે